મગફળી અને કપાસના ભાવમાં 21 રૂપિયાનો તફાવત, જાણો અમરેલી APMCના ભાવ

cotton price: મગફળી અને કપાસના ભાવમાં 21 રૂપિયાનો તફાવત, જાણો અમરેલી APMCના ભાવ -


November 23, 2023 અમરેલી: ચોમાસુ પાક તૈયાર થઇ ગયો છે. મગફળી, કપાસ વગેરે પાક ખેડૂતોએ તૈયાર કરી લીધો છે. ખેડૂતો પાક લઇને જુદા જુદા યાર્ડમાં જઇ રહ્યાં છે. ખેડૂતોને યાર્ડમાં સારા ભાવ મળી રહ્યાં છે. અમરેલી માર્કેટિંગ યાર્ડ મગફળી અને કપાસની સારી આવક થઇ હતી અને સારા ભાવ મળ્યાં હતાં. અમરેલી યાર્ડમાં મોટી મગફળીનાં 1,458 રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 955 રૂપિયાથી લઇને 1,479 રૂપિયા બોલાયો હતો.

અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 511 રૂપિયાથી લઇને 576 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 523 રૂપિયાથી લઇને 630 નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 848 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી.


Share to ....: 167    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 31365229

Saying...........

Cotton Group