સુરત ટેક્સટાઇલ ઉદ્યોગોમાં ગુંડારાજ! કામ પર જતા કામદારોને ડરાવ્યા ધમકાવ્યા,જાણો સમગ્ર મામલો

સુરતનો સૌથી મહત્વનો ઉદ્યોગ છે ટેક્સટાઇલ. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીમાં કાપડ ઉદ્યોગ છેલ્લા બે દિવસથી બંધ છે. અહીંયા કામ કરતાં કારીગરોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યા છે. -


September 20, 2024 સુરત: અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ચાર દિવસથી ઉત્પાદન કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. ઓરિસ્સા ભાષામાં કાપડ પર 20 પૈસાના ભાવ વધારો આપવા માટે બેનરો લાગ્યા બાદ કારીગર કામ પર નથી આવતા જેને લઈને વેપારીઓની ચિંતા વધી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ પ્રકારની ઘટના છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દિવાળી બાદ બનતી હોય છે, પણ આ વર્ષે તો દિવાળીના એક મહિના પહેલા જ શરૂ થતાં વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતનો સૌથી મહત્વનો ઉદ્યોગ છે ટેક્સટાઇલ. ટેક્સટાઇલ ઉદ્યોગોમાં કાપડ વણાટનો ઉપયોગ સૌથી મોટો છે અને તે સુરતના અલગ અલગ ખુણાઓમાં ચાલી આવી રહ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીમાં કાપડ ઉદ્યોગ છેલ્લા બે દિવસથી બંધ છે. કારણ છે, અહીંયા કામ કરતાં કારીગરોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યા છે અને અલગ અલગ જગ્યા પર ઓરિસ્સા ભાષામાં કાપડ વણાટ મીટરે 20 પૈસાના વધારાની માંગ કરતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.જો કોઈ કારીગર કામ પર જશે તો તેને માર મારવામાં આવશે અને તેને હત્યા કરવાની ધમકી પણ આપવામાં આવી છે, જેને લઈને કારીગરોમાં ડરનો માહોલ છે.


Share to ....: 289    


Most viewed


Short Message Board

Weather Forecast India

Visiter's Status

Visiter No. 35540972

Saying...........
The greater the funding, the longer it takes to make the mistake.





Cotton Group