દિવાળી પહેલા સૌરાષ્ટ્રના યાર્ડમાં કપાસની સારી આવક થઇ હતી. તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યાં હતા. દિવાળી પહેલાના સપ્તાહમાં 1.50 લાખ મણ કપાસની આવક થઇ હતી. ભાવમાં સામાન્ય ધટાડો થયો હતો. -
November 14, 2023 અમરેલી: સૌરાષ્ટ્રમાં કપાસની આવકમાં વધારો નોંધાયો છે. માર્કેટિંગ યાર્ડ કપાસથી છલકાયા છે. એક સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં કપાસની આવક 1.50 લાખ મણે પહોંચી છે, જેની સાથે જ રૂપિયા 20 થી 40 રૂપિયાનો કપાસના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે.
કપાસના પાકમાં તાજેતરમાં પડેલા વરસાથી નુકસાન પણ જોવા મળ્યું છે. જોકે બોટાદ અને અમરેલી યાર્ડમાં કપાસનાં સારા ભાવ મળ્યાં હતાં.દિવાળી બાદ યાર્ડ શરૂ થશે. કપાસની આવક વધશે.
યાર્ડના સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલ અનેક વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે અને કપાસ પરિપક્વ થયો છે, જેથી વરસાદ પડવાને કારણે કપાસના પાકને નુકસાની પણ પહોંચી છે.
હાલ કપાસની આવક ખૂબ વધી રહી છે અને ભાવ 1,200 રૂપિયાથી લઇને 1,550 રૂપિયા સુધી નોંધાયા છે.સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની 1 ગાડીની આવક કપાસની નોંધાય છે અને ભાવ એક મણનાં 1250 રૂપિયાથી લઇને 1,550 રૂપિયા રહ્યાં હતાં.
અન્ય રાજ્યોની 1 ગાડીની આવક હતી અને ભાવ સામાન્ય રહ્યાં હતાં. સૌરાષ્ટ્રના અગ્રણી યાર્ડમાં કપાસની આવક 1.30 લાખ મણ થઈ હતી અને સૌથી ઉંચા ભાવ બાબરા માર્કેટિંગ યાર્ડમાં નોંધાયા હતાં. બાબરા યાર્ડમાં એક મણનો ભાવ 1,550 રૂપિયા બોલાયો હતાં.
અમરેલી અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 1,550 રૂપિયા પ્રતિ મણે ભાવ બોલાયા હતાં. જ્યારે સૌથી નીચા ભાવ 900 રૂપિયાથી 1550 રૂપિયા નોંધાયો હતો અને સરેરાશ ભાવ 1440 થી 1540 વચ્ચે નોંધાયો હતો.
રાજકોટ યાર્ડમાં 3,000 થી 7,000 મણ જુનાની અને 5000 થી 9000 મણ નવા કપાસની આવક નોંધાય હતી. નવા કપાસના એ ગ્રેડનો ભાવ 1,450 થી લઇને 1,550 રૂપિયા બોલાયો હતો. ગત સપ્તાહમાં સૌરાષ્ટ્રનાં વિવિધ યાર્ડમાં 1.40 લાખ મણ કપાસની આવક થઇ હતી. આગામી સપ્તાહમાં આવક 1.50 લાખ મણે પહોંચવાની સંભાવના છે.