| મોન્સેન્ટોએ બીટી કપાસમાં રોગ હોવાનો સ્વીકાર કર્યો
બીટી કપાસનું બિયારણ વેચવાની શરૂઆત કરનાર દેશની પ્રથમ કંપની મોન્સેન્ટો અને
તેની ભારતીય ભાગીદાર કંપની મ્હાઇકોએ એ બાબતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના
ચાર જિલ્લામાં વાવવામાં આવેલા બીટી કપાસમાં પિન્ક બોલવોર્મ નામનો રોગ લાગુ
પડ્યો છે. આ રોગ સામે લડવામાં બીટી બિયારણ નિષ્ફળ ગયું છે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મોન્સેન્ટો અને મ્હાઇકોના વૈજ્ઞાનિકોએ તેમના દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં નોંઘ્યું હતું કે બોલગાર્ડના નામથી દેશમાં રજૂ કરવામાં આવેલા પ્રથમ બીટી કપાસ હવે પિન્ક બોલવોર્મ નામની બીમારી સામે બેઅસર સાબિત થઈ રહી છે. ગુજરતના અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટમાં કરવામાં આવેલા અભ્યાસ અનુસાર બોલગાર્ડમાં રહેલું સીઆરવાય ૧ એસી નામનાં જનીનમાં પિન્ક બોલવોર્મ વિરુદ્ધ પ્રતિકાર કરવાની સક્ષમતા આવી ગઈ છે જેના કારણે બોલગાર્ડ બિયારણ બેઅસર બની રહ્યું છે. કંપનીનો દાવો છે કે આ જિલ્લાઓને બાદ કરતાં કોઈ પણ જિલ્લામાંથી બીટી કપાસમાં રોગની ફરિયાદ આવી નથી. કંપનીનું કહેવું છે કે આ જાણકારી જિનેટિક એન્જિનિયિંરગ એપ્રુવલ કમિટી (જીઈએસી)ને આપવામાં આવી છે, જોકે કંપનીએ નોંઘ્યું હતું કે સીઆરવાય ૧સી અને સીઆરવાય ૨એબી નામનાં જનીનો દ્વારા બનાવવામાં આવેલ બોલગાર્ડ-૨ વિરુદ્ધ કીટકોમાં કોઈ જ પ્રકારની પ્રતિરોધકતા જોવા મળી નથી. કીટકપ્રતિકારકતા ઉપર દેખરેખ રાખવા માટે વિશેષજ્ઞોનું એક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. આના માટે જીઈએસીએ સીઆઇસીઆરના ડિરેકટરના નેતૃત્વ હેઠળ એક ટીમ ઊભી કરવાનો આદેશ આપ્યો છે. આ ટીમ મોટાપાયે દેખરેખ રાખવા ઉપરાંત ખેડૂતોને જરૂરી જાણકારી પણ આપશે. બોલગાર્ડ-૨ મે વર્ષ ૨૦૦૬માં વ્યાપારિક ધોરણે ઉત્પાદન માટે બજારમાં રજૂ કરવામાં આવ્યું હતું. મોન્સેન્ટોએ ખેડૂતોને સૂચના આપી છે કે જે ખેતરમાં બીટી કપાસની વાવણી કરવામાં આવી હોય તેની આજુબાજુ ૨૦ ટકા વિસ્તારમાં પરંપરાગત કપાસનું વાવેતર અચૂક કરવું જોઇએ. સીઆઇસીઆરના ડિરેકટરના નેતૃત્વ હેઠળ એક ટીમ ઊભી કરવાનો આદેશ આપ્યો છે. આ ટીમ મોટાપાયે દેખરેખ રાખવા ઉપરાંત ખેડૂતોને જરૂરી જાણકારી પણ આપશે. બોલગાર્ડ-૨ મે વર્ષ ૨૦૦૬માં વ્યાપારિક ધોરણે ઉત્પાદન માટે બજારમાં રજૂ કરવામાં આવ્યું હતું. મોન્સેન્ટોએ ખેડૂતોને સૂચના આપી છે કે જે ખેતરમાં બીટી કપાસની વાવણી કરવામાં આવી હોય તેની આજુબાજુ ૨૦ ટકા વિસ્તારમાં પરંપરાગત કપાસનું વાવેતર અચૂક કરવું જોઇએ.
|